1) ગાય ક્યા પ્રકારનું પ્રાણી છે ? a) તૃણાહારી b) માંસાહારી c) મિશ્રાહારી  d) આપેલ તમામ  2) તૈલી પદાર્થમાંથી આહારનો ક્યો ઘટક મળે છે? a) કાર્બોદિત b) ચરબી c) પ્રોટીન  d) વિટામિન  3) કોને સંપૂર્ણ આહાર કહે છે? a) ધાન્ય b) કઠોળ c) ફળો d) દૂધ 4) નબળી આંખની દ્રષ્ટિ એ ક્યા વિટામિનની ઉણપથી થાય છે? a) વિટામિન A b) વિટામિન B c) વિટામિન C d) વિટામિન D 5) ક્યા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? a) વિટામિન A b) વિટામિન B c) વિટામિન C d) વિટામિન D 6) દૂધમાં ક્યુ વિટામિન હોતું નથી? a) વિટામિન A b) વિટામિન B c) વિટામિન C d) વિટામિન D 7) જો કોઈ બાળક લાંબા સમય સુધી ખોરાકમાં પ્રોટીન ન લે તો શું થાય? a) વૃદ્ધિ અટકી જાય b) ચામડીમાં કરચલી પડે c) વાળનો રંગ ફિક્કો પડે d) આપેલ તમામ 8) પ્રોટીન શેમાંથી મળે છે ? a) દૂધ અને માખણમાંથી b) મગ,તુવેર અને અડદમાંથી c) વાલ,વટાણા અને ચણામાંથી d) આપેલ તમામ 9) કપાસના છોડના ક્યા ભાગમાંથી રેસા મળે છે? a) પ્રકાંડ b) પર્ણ c) ફળ d) ફૂલ  10) નીચેનામાંથી કઈ ચીઝ પદાર્થમાં ન ગણાય? a) પ્લાસ્ટિક b) પેન c) લોખંડ d) લાકડું 11) નારિયેળી ક્યા પ્રકારની વનસ્પતિ છે? a) છોડ b) વૃક્ષ c) ક્ષુપ d) વેલો  12) કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? a) આંબો b) જાસૂદ c) વડ d) એરંડો 13) વાલ ક્યા પ્રકારની વનસ્પતિ છે? a) ક્ષુપ b) છોડ c) વૃક્ષ d) વેલો  14) કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? a) મકાઇ b) વાંસ c) લીમડો d) શેરડી 15) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે? a) જુવાર b) જાસૂદ c) આસોપાલવ d) લીમડો 16) પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? a) દલપત્ર b) વજ્રપત્ર c) પુંકેસર d) સ્ત્રીકેસર  17) આપણાં શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે? a) ખોપડીને b) કરોડસ્તંભને c) પગને d) પાંસળી પિંજરને  18) સમતલ અરિસામાં કેવું પ્રતિબિંબ મળે છે? a) ચત્તું b) ઊલટું c) વાસ્તવિક d) વસ્તુ કરતાં નાનું  19) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા ભાગ પર પાણી છે? a) 30 % b) 50 % c) 71 % d) 90 % 20) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ ક્યો છે? a) મંગળ b) ગુરુ c) શુક્ર d) શનિ 21) મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે? a) લીલા b) નીલા c) પીળા d) લાલ  22) ક્યા ગ્રહને ' સવારનો તારો ' કહે છે? a) મંગળ b) બુધ c) ગુરુ d) શુક્ર 23) ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે? a) 500 b) 850 c) 1300 d) 1700 24) ધૂમકેતુને ક્યા નામથી ઓળખવામાં આવે છે? a) ખરતો તારો b) પૂંછડિયો તારો c) સવારનો તારો d) સાંજનો તારો  25) સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે? a) મંગળ b) બુધ c) ગુરુ d) શુક્ર 26) સૂર્યમંડળમાં સૌથી સુંદર દેખાતો ગ્રહ ક્યો છે? a) બુધ b) ગુરુ c) શુક્ર d) શનિ 27) સૂર્યમંડળમાં સૌથી નાનો ગ્રહ ક્યો છે? a) મંગળ b) બુધ c) શનિ d) શુક્ર 28) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે? a) બુધ b) શુક્ર c) ગુરુ d) શનિ 29) હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? a) 21 % b) 12 % c) 78 % d) 87 % 30) મોબાઈલ ફોનની શોધ કોણે કરી છે? a) માર્ટીન કુપર b) ડેનિયલ હેલેડે c) જ્હોન ગુટેનબર્ગ d) થોમસ આલ્વા એડિસન 31) વેબસાઇટની શોધ કોણે કરી છે? a) ટીમ બેર્નર લી b) રાઈટ બંધુઓ c) સેમ્યુઅલ મોર્સ d) ગ્રેહામ બેલ 32) ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ ક્યા શહેરમાં થયો હતો? a) સુરત b) અમદાવાદ c) રાજકોટ d) વડોદરા 33) રોકેટ વિજ્ઞાનના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે? a) ડૉ. વિક્રમ સારાભાઈ b) ડૉ. હોમિભાભા c) ડૉ. જગદીશચંદ્ર બોઝ  d) ડૉ.પ્રસૂન દેસાઇ 34) ડૉ. સી.વી.રામનનું પૂરું નામ શું હતું? a) ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન  b) ડૉ.ચન્દ્ર્કાંત વેંકટ રામન c) ડૉ.ચિરાગ વેંકટ રામન d) ડૉ. ચંદ્રશેખર વેંકૈયા રામન 35) રામન ઇફેક્ટની શોધ કોણે કરી? a) ડૉ.સી.વી.રામન b) ડૉ.હોમિભાભા c) ડૉ.વિક્રમ સારાભાઈ d) ડૉ.અબ્દુલકલામ 36) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ક્યારે ઉજવાય છે? a) 28 ફેબ્રુઆરીએ b) 25 જુલાઈએ  c) 28 જાન્યુયારીએ d) 30 માર્ચ

Science Day -પૂરણ ગોંડલિયા

Tabela rankingowa

Motyw

Opcje

Zmień szablon

Przywrócić automatycznie zapisane ćwiczenie: ?