1) એક સ્થાન પર એકજ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડ ને શું કહે છે? a) જંગલ b) ખેતી c) પાક d) સિંચાઇ 2) પાક ઉગાડતા પહેલાનો દ્વિતીય તબક્કો ક્યો છે ? a) નિંદામણ b) સિંચાઇ c) રોપણી d) લણણી 3) ખેતરમાંથી પાક સિવાય વધારાનું ઘાસ દૂર કરવાની ક્રિયા ને શું કહે છે ? a) રોપણી b) નીંદામણ c) લણણી d) સંગ્રહ 4) રવી પાક કોને કહેવાય? a) ઉનાળામાં લેવાય તે b) શિયાળામાં લેવાય તે  c) ચોમાસામાં લેવાય તે d) એકય નહી 5) ખરીફ પાક ક્યારે લેવાય છે ? a) જૂન થી સપ્ટેમ્બર b) માર્ચ થી જૂન c) ઓક્ટોબર થી માર્ચ  d) એકેય નહિ 6) નીચેનાં પૈકી ક્યું ખાતર કૃત્રિમ નથી a) યુરિયા b) NPK c) સુપર ફૉસ્ફેટ d) વર્મી કંપોસ્ટ 7) નિયમિત રીતે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શુ કહે છે?  a) સિંચાઇ b) ફૂવારા પદ્ધતી c) ટપક પદ્ધતિ d) ચેનપંપ e) પિયત 8) હળ નો મુખ્ય ભાગ જે લાકડાંનો બનેલ છે, તેને શું કહેવાય? a) ફાલ b) હળ શાફ્ટ c) જોત d) ખરપિયો

Clasament

Stilul vizual

Opţiuni

Comutare șablon

Restaurare activitate salvată automat: ?