1) મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે ? a) મુખ b) જઠર c) નાનું આંતરડું 2) મનુષ્યમાં વાયુવિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું છે ? a) શ્વાસવાહિની b) વાયુકોષ્ઠો c) ત્વચા 3) વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે? a) સાથીકોષો b) ચાલનીકોષો c) રક્ષક કોષો 4) ઍસિડિક / અમ્લીય માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક ..... a) એમાયલેઝ b) પેપ્સિન c) ટ્રિપ્સિન 5) મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે ? a) બાઉમેનની કોથળી b) ઉત્સર્ગ-એકમ ની રુધિરકેશિકા c) મૂત્રપિંડનલિકાનો ગૂંચળામય ભાગ 6) મનુષ્યના હદયના કયા ભાગે હંમેશા ઑક્સિજનયુક્ત રધિર વહન પામે છે ? a) જમણું કર્ણક અને જમણું ક્ષેપક b) બંને કર્ણકો c) ડાબું કર્ણક અને ડાબુ ક્ષેપક 7) ધમનીઓ માટે ખોટું વિધાન કયું છે ? a) ધમની હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે. b) ધમનીમાં રુધિર ઊંચા દબાણ હેઠળ વહન પામે છે. c) બધી ધમનીઓ ઓક્સિજનયુક્ત રુધિર વહન કરે છે. 8) રેઝિન અને ગુંદર વનસ્પતિનાં ....... પદાર્થ છે. a) ઉત્સર્ગ b) પોષક c) બંધારણીય 9) શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે ? a) હૃદય b) ફેફસાં c) યકૃત 10) પાચનનો અંતિમ હેતુ કયો છે ? a) વહન b) સ્વાંગીકરણ c) અભિશોષણ

ધો-૧૦ વિજ્ઞાન પ્રક-૬ જૈવિક ક્રિયાઓ (વિકલ્પ આધારિત પ્રશ્નો)

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?