1) એક ટી.વી. સેટ 5% કર સાથે ₹ 26250 માં વેચવામાં આવે તો તેની મૂળકિંમત કેટલી હશે ? a) ₹ 26245 b) 27562. 50 c) 24937156 d) ₹ 25000 2) અવિનાશે એક ઈલેક્ટ્રિક ઈસ્ત્રી ₹ 900માં ખરીદી અને 10% નફો લઈને વેચી. તેને બીજી એક ઇલેક્ટ્રિક ઈસ્ત્રી ₹ 1200 માં ખરીદીને 5% નુકસાન સાથે વેચી. બંને લેવડદેવડને અંતે અવિનાશને શું મળ્યું હશે ?   a) નફો ₹ 75 b) નફો ₹ 30 c) નુકસાન ₹ 75 d) નુકસાન ₹ 30 3) ધારોક કોઈ રકમ બે વર્ષમાં r ના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે. R ના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તા નીચેનામાંથી શું ખરું હોઈ શકે ? a) r < R b) R < r c) R = r d) કહી શકાય નહિ. 4) મુદલ ₹ 50000નું 4% વ્યાજના દરે 2 વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. a) ₹ 4000 b) ₹ 4050 c) ₹ 4280 d) ₹ 4080 5) અસમાએ ₹ 100000 ની 12% ટકાના વ્યાજના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લોન લીધી, તેણીએ ₹ 112360 પરત કરીને લોન ચૂકવી દીધી. તો લોનની મુદત કેટલી હશે ? (1.06)2 = 1.1236) a) 1 વર્ષ b) 2 વર્ષ c) 6 મહિના d) 1 1/2 વર્ષ

ધોરણ 8 સત્ર 2 ગણિત (એકમ 8 વિકલ્પ પ્રશ્નોતરી સ્વા.પોથી પેઇજ નં = 98,99) part2

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?