1) તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણકે..... a) ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે. b) શરીરમાં થઇ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. c) તરુણ ને બધા સમયે ભૂખ લાગતી હોય છે. d) તરુણમાં સ્વાદાંકુરો નો વિકાસ પૂર્ણ થયેલ હોય છે. 2) સ્ત્રીઓમાં પ્રજનન ઉંમર ની શરૂઆત ત્યારે થાય છે જ્યારે..... a) ઋતુસ્ત્રાવ ની શરૂઆત થાય છે. b) સ્તનનો વિકાસ શરૂ થાય છે. c) શરીરનું વજન વધે છે. d) શરીરની ઊંચાઇ વધે છે. 3) નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે ? a) ચીપ્સ, નુડલ્સ, કોકાકોલા  b) રોટલી, દાળ, શાકભાજી  c) ભાત, નુડલ્સ, બર્ગર  d) શાકાહારી, ટિક્કી, ચીપ્સ, લેમન પીણું  4) મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ? a) 22 b) 23 c) 44 d) 46 5) Adam's apple તરીકે ઓળખતો ભાગ કયો છે ? a) શુક્રપિંડ b) શિશ્ન c) સ્વરપેટી d) સ્તનગ્રંથિ  6) તરુણી માટેનું ગૌણ જાતીય લક્ષણ કયું નથી ? a) સ્તનગ્રંથિનો વિકાસ b) નિતંબનો પ્રદેશ પહોળો  c) તીણો અવાજ d) ખભાનો ભાગ પહોળો  7) કઈ ગ્રંથીના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે ? a) પિટ્યુટરી b) થાઈરોઈડ c) શુક્રપિંડ d) અંડપિંડ  8) નળ જાતીય અંતઃસ્ત્રાવ કયો છે ? a) ટેસ્ટોસ્ટેરોન b) ઇસ્ટ્રોજન  c) ઇન્સ્યુલિન d) પ્રોજેસ્ટેરોન 9) અફલિત અંડકોષમાં હંમેશા કયો લિંગી રંગસૂત્ર હોય છે ? a) X b) Y c) X કે Y d) આપેલ પૈકી એકેય નહિ  10) ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિ માં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી ? a) થાઈરોકસિન b) ટેસ્ટેસ્ટેરોન  c) ઇન્સ્યુલિન d) ઇસ્ટ્રોજન 

ધોરણ : 8 સત્ર : 2 વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : 10 વૈકલ્પિક પ્રશ્નો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?