1) ઘર્ષણ બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે. a) સાચું b) ખોટું 2) એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, તો પદાર્થ પર લાગતુ પરિણામી બળ એ બે બળોના તફાવત જેટલું હોય છે. a) સાચું b) ખોટું 3) એકલું અટૂલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. a) સાચું b) ખોટું 4) એકમ સમયમાં લાગતા બળ ને દબાણ કહે છે. a) સાચું b) ખોટું 5) પવનચક્કી તેના પર લાગતા હવાના અસંપર્ક બળને કારણે કાર્ય કરે છે. a) સાચું b) ખોટું 6) અણીદાર સાધનો વડે વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે. a) સાચું b) ખોટું 7) ઊંટ, ઘોડા કરતા રણમાં સહેલાઈથી ચાલી શકે છે. a) સાચું b) ખોટું 8) બળનો SI એકમ Pascal છે. a) સાચું b) ખોટું 9) જ્યારે પ્રવાહીને કોઈ પાત્રમાં ભરવામાં આવે છે ત્યારે તે માત્ર પાત્રના તળિયા પર દબાણ લગાવે છે. a) સાચું b) ખોટું 10) આપણી આસપાસના હવાના આવરણ વડે આપણા પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. a) સાચું  b) ખોટું

ધોરણ : 8 સત્ર : 2 વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : 11 આપેલ વિધાન સાચા છે કે ખોટાં તે જણાવો.

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?