1) વનસ્પતિ ખોરાક બનાવવા નીચેનામાંથી શાનો ઉપયોગ કરતી નથી? a) પાણી b) કાર્બન ડાયોક્સાઈડ c) ખનીજ તત્વો d) ઓક્સિજન 2) નીચે આપેલ પૈકી કયા પ્રાણીનું દૂધ પચવામાં સરળ છે? a) ગાય b) બકરી c) ભેંસ d) એક પણ નહીં 3) વનસ્પતિ પોતાનો ખોરાક ક્યાં તૈયાર કરે છે? a) પર્ણમાં b) મૂળમાં c) બીજમાં d) આપેલ બધા જ 4) અમીબા ખોરાક મેળવવા શાનો ઉપયોગ કરે છે? a) અન્નધાની b) કોષકેન્દ્ર c) ખોટા પગ d) મોં 5) ચેતનભાઈએ પોતાના ખેતરમાં મગનો પાક વાવ્યો છે તો એમને કયા ખાતરની જરૂર નહિ પડે? a) છાણિયું ખાતર b) નાઇટ્રોજનયુક્ત ખાતર c) વર્મી કમ્પોસ્ટ d) એક પણ નહી 6) નીચેનામાંથી કયું સાચું નથી? a) સ્વાવલંબી-- લીમડો b) પરપોષી -- લીલ c) મૃતોપજીવી -- ફૂગ d) પરોપજીવી -- અમરવેલ 7) પાચનતંત્રની શરૂઆત : મુખગુહા : : પાચનતંત્રનો અંત : ................... a) મળદ્વાર b) નાનું આંતરડું c) મોટું આંતરડું d) યકૃત 8) નીચેનામાંથી કયું પાચનતંત્રનું અંગ નથી? a) મુખગુહા b) અન્નનળી c) શ્વાસનળી d) જઠર 9) નીચેનામાંથી કોણ હરિતદ્રવ્ય ધરાવતું નથી? a) અમરવેલ b) ગુલાબ c) લીલ d) વનસ્પતિના પર્ણ 10) ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત મોંમાં થાય છે? a) વિટામિન b) સ્ટાર્ચ c) ચરબી d) પ્રોટીન 11) વનસ્પતિના પર્ણમાં આવેલ નાનાં છિદ્રો જે રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે તેને શું કહેવામાં આવે છે? a) પર્ણ b) પર્ણરંધ્ર c) હરિતકણ d) રંજકદ્રવ્ય 12) કોષની મધ્યમાં આવેલ ઘટ્ટ રચનાને શું કહેવાય? a) કોષ b) કોષકેન્દ્ર c) કોષરસ d) કોષરસસ્તર 13) પાચનતંત્રમાં અન્નનળીનું કાર્ય શું હોય છે? a) સ્ટાર્ચનું પાચન કરવાનુ b) ખોરાક વલોવવાનું c) ખોરાકનું વહન કરવાનુ d) શરીરના ભાગોમાં રૂધિર મોકલવાનું 14) માનવ શરીર માં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? a) યકૃત b) પિત્તાશય c) સ્વાદુપિંડ d) લાળગ્રંથી 15) મોંમાં કયા પ્રકારના દાંતની સંખ્યા સૌથી ઓછી હોય છે? a) મોટી દાઢ b) કાપવાના દાંત c) દાઢ d) છેદક દાંત

વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 1 અને 2 વનસ્પતિ અને પ્રાણીઓમાં પોષણ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?