1) એક પુખ્ત વ્યક્તિ 1 મિનિટમાં સરેરાશ કેટલી વખત શ્વાસ લે છે ? a) 5 થી 10 b) 8 થી 12 c) 15 થી 18 d) 68 થી 72 2) એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસ લે છે તેને શું કહે છે ? a) ધબકારા b) શ્વસનદર c) ઝડપ d) આંતરવિનિયમ 3) ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ...... a) સ્થિર રહે છે b) બહારની તરફ આવે છે c) ઉપરની તરફ આવે છે d) નીચે તરફ જાય છે 4) વંદામાં હવા......દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. a) ફેફેસાં b) ઝાલર c) ત્વચા d) શ્વસનછિદ્ર 5) રુધિર ગંઠાવાની પ્રક્રિયા ક્યા કોષો દ્વારા થાય છે ? a) રક્તકણ b) શ્વેતકણ c) ત્રાકકણ d) રુધિરરસ 6) આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડીદર કેટલો હોય છે ? a) 15 થી 18 b) 48 થી 52 c) 65 થી 70 d) 72 થી 80 7) નીચેનામાંથી કોણ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનુંં વહન કરે છે ? a) ધમની b) શિરા c) વર્જની d) કેશવાહિની 8) હું વનસ્પતિના બધા ભાગમાં ખોરાકનું વહન કરતી પેશી છું a) પર્ણરંધ્ર b) જલવાહક પેશી c) અન્નવાહક પેશી d) મૂળરોમ 9) નીચેના પૈકી કોણ એકલિંગી પુષ્પો ધરાવતું નથી ? a) મકાઇ b) પપૈયા c) કાકડી d) સરસવ 10) નીચેના પૈકી કોણ દ્વિલિંગી પુષ્પો ધરાવતું નથી ? a) ગુલાબ b) પેટૂનિયા c) કાકડી d) સરસવ 11) નીચેના પૈકી ક્યું શુષ્ક ફળ છે ? a) કેરી b) સફરજન c) નારંગી d) અખરોટ 12) કઇ વનસ્પતિ પાંખોવાળા બીજ ધરાવે છે ? a) ગાડરિયું b) સરગવો c) સૂર્યમુખી d) એરંંડા 13) કઇ વનસ્પતિનાં બીજ પ્રાણીઓનાં શરીર સાથે ચોંટીને ફેલાવો પામે છે ? a) યુરેના b) બાલસમ c) મેપલ d) મદાર 14) પાનફૂટીમાં પ્રજનન કોના દ્વારા થાય છે ? a) મૂળ b) પ્રકાંડ c) પર્ણ d) પુષ્પ 15) બીજાણું સર્જન કરતી વનસ્પતિ..........છે a) ગુલાબ b) મ્યુકર c) બટાટા d) આદુ 16) ઝડપનો મૂળભૂત એકમ.......છે a) M/S b) KM/H c) M/MIN d) MN/MIN 17) મેગ્નિફાઇગ ગ્લાસ તરીકે કોનો ઉપયોગ થાય છે ? a) સમતલ અરીસો b) બહિર્ગોળ અરીસો c) બહિર્ગોળ લેન્સ d) અંતર્ગોળ લેન્સ 18) પાણીનો કુલ જથ્થો.......અચળ રહે છે a) વિશ્વમાં નદીઓ અને તળાવમાં b) વિશ્વમાં c) ભૂમીય સ્તરોમાં d) સમુદ્રો અને મહાસાગરોમાં 19) નીચેના પૈકી કઇ જંંગલની પેદાશ છે ? a) લાખ b) ડામર c) કેરોસીન d) ત્રણેય 20) ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં આડપેદાશ તરીકે શું મળી શકે છે ? a) સ્લજ b) બાયોગેસ c) એ અને બી d) એકપણ નહી 21) નીચેના પૈકી ક્યો રોગ વાઇરસ દ્વારા થતો નથી ? a) શરદી b) ટાઇફોડ c) અછબડાં d) પોલિયો 22) મેલેરિયા રોગનો કારક કોણ છે ? a) વાઇરસ b) પ્રજીવ c) બેક્ટેરિયા d) ફૂગ 23) નીચેના પૈકી ક્યું ફૂગ નથી ? a) સ્પાયરોગાયરા b) બ્રેડ મોલ્ડ c) એસ્પરજીલસ d) પેનિસિલિયમ 24) નીચેના પૈકી ક્યું લીલનું ઉદાહરણ છે ? a) ક્લેમિડોમોનાસ b) અમીબા c) પેરામિશિયમ d) એસ્પરજીલસ 25) " આથવણ " ની શોધ કોણે કરી હતી ? a) એલેકઝાન્ડર ફ્લેમિંગ b) લૂઇ પાશ્ચર c) એડવર્ડ જેનર d) થોમસ આલ્વા એડિસન

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 2 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?