1) શીતળાની રસીનો શોધક કોણ છે ? a) એલેકઝાન્ડર ફ્લેમિંગ b) લૂઇ પાશ્વર c) એડવર્ડ જેનર d) લુઇ બ્રેઇલ 2) હિપેટાઇટિસ - A રોગનો કારક સૂક્ષ્મજીવ ક્યો છે ? a) પ્રજીવ b) બેક્ટેરિયા c) વાઇરસ d) ફૂગ 3) ખોરાકની જાળવણીમાં ક્યા પદાર્થ ઉપયોગી છે ? a) મીંઠુ b) શર્કરા c) વિનેગર d) ત્રણેય 4) નીચેના પૈકી ક્યું એન્ટિબાયોટિક્સ છે ? a) સોડિયમ બાયકાર્બોનેટ b) સ્ટ્રેપ્ટ્રોમાઇસીન c) આલ્કોહોલ d) યીસ્ટ 5) નીચેના પૈકી ........ કોલસાની પેદાશ છે a) કોક b) કોલટાર c) કોલગેસ d) ત્રણેય 6) નીચેના પૈકી ક્યા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી વધુ છે ? a) પેટ્રોલ b) CNG c) બાયોગેસ d) હાઇડ્રોજન 7) સજીવમાં કોષોના સમુહને શું કહે છે ? a) અંગ b) શરીર c) સ્નાયુ d) પેશી 8) સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાંં લેવાની ક્રિયાને શું કહે છે ? a) પોષણ કડી b) આહાર કડી c) સમતોલ આહાર d) વહન 9) વનસ્પતિ ખોરાક લેવાની બાબતમાં............ છે  a) સ્વાવલંબી b) પરાવલંબી c) ઉપભોક્તા d) કુપોષિત 10) વનસ્પતિ પર્ણમાં આવેલાંં જે નાનાં છીદ્રો વાટે કાર્બન ડાયોક્સાઇડ લે છે તે છીદ્રોને...........કહે છે a) હરિતદ્રવ્ય b) રંજકદ્રવ્ય c) પર્ણરંધ્ર d) કોષકેન્દ્ર 11) કળશપર્ણની નીચેના પૈકી કઇ વિશેષતા છે ? a) તે પ્રકાશસંશ્લેશણ કરતી નથી b) તે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે c) તે લીલા રંગના પર્ણો ધરાવતી નથી d) આપેલ તમામ 12) અમરવેલ પોષણની દ્રષ્ટિએ ક્યા વર્ગમા આવે ? a) કિટાહારી b) સ્વાવલંબી c) પરાવલંબી d) મૃતોપજીવી 13) ફૂગ પોષણની દ્રષ્ટિએ ક્યા વર્ગમાં આવે ? a) કિટાહારી b) સ્વાવલંબી c) પરાવલંબી d) મૃતોપજીવી 14) ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રુપાતંર થવાની ક્રિયાને.........કહે છે. a) ઉત્સર્જન b) પોષણ c) પાચન d) એકપણ નહી 15) ક્યું પ્રાણી પોતાના જઠરના ભાગમાં મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે ? a) અજગર b) તારા માછલી c) ઓક્ટોપસ d) મગર 16) પાચક રસોનો સ્ત્રાવ કરતી ગ્રંથી કઇ છે ? a) લાળ b) યકૃત c) સ્વાદુપિંડ d) ત્રણેય 17) ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને..............કહે છે a) પાચન b) પોષણ c) અધિગ્રહણ d) અંત:ગ્રહણ 18) ચરબીના પાચન માટે ક્યો રસ અગત્યની ભૂમિકા ભજવે છે ? a) લાળ b) પિત્તરસ c) રસાંકુર d) ઇન્સ્યુલીન 19) નાનાં આંતરડાની અંદરની દિવાલમાં જોવા મળતા પ્રવર્ધોને શું કહે છે ? a) પક્વાશય b) સ્વાદુપિંડ c) રસાંકુર d) યકૃત 20) અમિબાને ખોરાક પકડવામાં મદદ કરતી રચના...... a) અન્નધાની b) ખોટાપગ c) રસધાની d) કોષકેન્દ્ર 21) નીચેના પૈકી ક્યું પ્રાણી ઊન આપતું નથી ? a) લામા b) ઘેટૂં c) યાક  d) પેંંગ્વિન 22) નીચેના પૈકી કઇ ભારતીય ઘેટાની પ્રજાતિ નથી ? a) લોહી b) નાલી c) મારવાડી d) જયપુરી 23) રેશમાના કીડાના ડીંભને શું કહે છે ? a) પ્યુપા b) મલબેરી c) કેટરપીલર d) કોશેટો 24) કેટરપિલર વૃધ્ધિ પામે ત્યાર પછીની કોષિત અવસ્થાને શું કહે છે ? a) પ્યુપા b) મલબેરી c) કેટરપિલર d) કોશેટો 25) માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે ? a) 37° સેલ્સિયસ b) 95° સેલ્સિયસ c) 98° સેલ્સિયસ d) 98.6° સેલ્સિયસ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 3 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?