1) નીચેના પૈકી કઇ જમીનમાં જલધારણ ક્ષમતા વધુ હોય છે ? a) રેતાળ b) ચીકણી c) ગોરાડું d) એક પણ નહી 2) ભૂમિનો એક નમૂનો 200 મિલીના અંત:સ્ત્રાવણ માટે 20 મિનિટ લે છે.તો અંત:સ્ત્રાવણ દર......મિલી/મિનિટ થાય. a) 10 b) 30 c) 40 d) 5 3) વાતવિનિયમ માટે અળસિયા શેનો ઉપયોગ કરે છે ? a) શ્વસનછિદ્રો b) શ્વાસનળી c) ત્વચા d) ઝાલર 4) ઉચ્છવાસની ક્રિયા દરમિયાન આપણાં ફેફસાં......હોય છે. a) ફૂલેલાંં b) મૂળ સ્થિતિમાં c) ફાટેલાં d) સૂક્ષ્મ 5) યીસ્ટ કેવા પ્રકારનું શ્વસન કરે છે ? a) જારક b) અજારક c) એ અને બી બંને d) એક પણ નહી 6) ભારે કસરત દ્વારા પગના સ્નાયુ ખેંચાય જાય છે , કારણ કે તેમાં...........નો ભરાવો થાય છે. a) લેક્ટિક એસિડ b) કાર્બન ડાયોક્સાઇડ c) પાણી d) આલ્કોહોલ 7) આપણે ક્યાં અંગ દ્વારા શ્વાસ લઇએ છીએ ? a) ઉરોદરપટલ b) ફેફસાં c) નાસીકાકોટરો d) નાસિકાછીદ્રો 8) જ્યારે ખોરાકનાં કણોનું ઓક્સિજનની મદદ વગર વિઘટન થાય ત્યારે તેને.......કહે છે. a) જારક શ્વસન b) અજારક શ્વસન c) શ્વસન દર d) એક પણ નહી 9) શ્વસન દરમિયાન આપણાં ફેફેસાં......હોય છે. a) ફૂલેલાં b) મૂળ સ્થિતિમાં c) ફાટેલાં d) એક પણ નહી 10) ક્ષેપકો હ્રદયમાં ક્યાં આવેલાં હોય છે ? a) ઉપરની બાજુ b) નીચેની બાજુ c) વચ્ચે d) ચોક્કસ સ્થાન ના હોય 11) વનસ્પતિ ક્યાં અંગ દ્વારા બાષ્પોત્સર્જન કરે છે ? a) પ્રકાંડ b) પુષ્પ c) પર્ણ d) મૂળ 12) સજીવના કોષોના સમૂહને શું કહે છે ? a) અંગ b) શરીર c) સ્નાયુ d) પેશી 13) નીચેના પૈકી ક્યું લાલ રંંજક હિમોગ્લોમિન ધરાવે છે ? a) ત્રાકકણો b) રક્તકણો c) શ્વેતકણો d) આપેલ તમામ 14) રુધિરનું કાર્ય શું છે ? a) ઓક્સિજનનું વહન b) ખોરાકનું વહન c) ઉત્સર્ગ દ્રવ્યનું વહન d) આપેલ તમામ 15) શરીરમાં પ્રવેશતા જીવાણું સામે કોણ લડે છે ? a) ત્રાકકણો b) રક્તકણો c) શ્વેતકણો d) આપેલ તમામ 16) ક્યાં પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતાં નથી ? a) હાઇડ્રા b) વાદળી c) જળવ્યાય d) આપેલ તમામ 17) પરાગરજનાં સંયુગ્મન થવાની ક્રિયાને શું કહે છે ? a) પર-પરાગનયન   b) સ્વ-પરાગનયન c) અવખંડન d) કલિકાસર્જન 18) હંસરાજ શેના દ્વારા પ્રજનન કરે છે ? a) પરાગનયન b) બીજાણું સર્જન c) અવખંડન d) કલિકાસર્જન 19) પુષ્પમાં નરપ્રજનન અંગ ક્યું છે ? a) પુંકેસર b) કલિકાઓ c) સ્ત્રીકેસર d) પર્ણરંધ્રો 20) વનસ્પતિનો પ્રજનનિક ભાગ ક્યો છે ? a) પ્રકાંડ b) પુષ્પ c) પર્ણ d) મૂળ 21) પરિપક્વ અંડાશય.......બનાવે છે. a) સ્ત્રીકેસર b) બીજ c) પુંકેસર d) ફળ 22) ગાડરિયાનાંં બીજ શેના દ્વારા ફેલાય છે ? a) પાણી b) પવન c) પ્રાણી d) કીટકો 23) કલિકાસર્જન શેમાંં જોવા મળે છે ? a) બીજાણું b) યીસ્ટ c) લીલ d) ત્રણેય 24) અવખંડન શેમાં જોવા મળે છે ? a) બીજાણૂં b) યીસ્ટ c) લીલ  d) ત્રણેય 25) એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને શું કહે છે ? a) ગતિ b) ઝડપ c) વેગમાન d) સ્થળાંતર

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 5 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?