1) સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનુંં પ્રતિબિંબ મળે છે ? a) ઊલટું અને નાનું b) આભાસી અને મોટું c) આભાસી અને નાનું d) ચત્તું અને વસ્તુના પરિણામ જેવડું 2) બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહી ? a) વાસ્તવિક અને મોટું b) આભાસી અને નાનું c) વાસ્તવિક અને નાનું d) આભાસી અને મોટું 3) બહિર્ગોળ અરીસામાં ક્યા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? a) આભાસી અને નાનું b) આભાસી અને મોટુંં c) વાસ્તવિક અને નાનું d) વાસ્તવિક અને મોટું 4) મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે ? a) 0.04 % b) 71 % c) 0.006 % d) 5 % 5) પૃથ્વી પર ઘન સ્વરુપમાં પાણી બરફ રુપે ક્યાં જોવા મળે છે ? a) હિમનદીઓમાં b) ધ્રુવો પર c) બરફથી ઢંંકાયેલ પર્વત પર d) આપેલ તમામ 6) વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિય જળની સપાટી વધારવા માટે થઇ શકે છે તેને શું કહેવાય ? a) ભૂગર્ભજળનુંં શોષણ b) જળ સંગ્રહણ c) ટપક - સિંચાઇ પધ્ધતિ d) જલભર 7) પૃથ્વીની સપાટી પર લગભગ કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે ? a) 71 % b) 60 % c) 55 % d) 40 % 8) જળચક્રમાં નીચેના પૈકી કઇ ક્રિયાનો ફાળો નથી ? a) ઉત્સ્વેદન b) અંત:સ્ત્રવણ c) પ્રકાશસંશ્લેષણ d) બાષ્પીભવન 9) સિંચાઇની કઇ પધ્ધતિમાં પાણીનો ઓછો વ્યય થાય છે ? a) ફૂવારા સિંંચાઇ પધ્ધત્તિ b) ધોરીયા પધ્ધતિ c) ટપક - સિંચાઇ પધ્ધતિ d) ક્યારા પધ્ધત્તિ 10) ક્યા વૃક્ષને જંગલી વૃક્ષો કહે છે ? a) સાગ b) સીસમ c) સેમલ d) આપેલ તમામ 11) ક્યું જંગલી પ્રાણી છે ? a) રીંછ b) બિલાડી c) કબૂતર d) સાપ 12) નીચેના પૈકી કઇ વન્ય-પેદાશ નથી ? a) ગુંદર b) જડીબુટ્ટીઓ c) પ્લાસ્ટિક d) રેઝીન 13) ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે ? a) 20 % b) 21 % c) 40 % d) 60 % 14) જંગલમાં સામાન્ય રીતે ક્યું ઝાડ જોવા મળતુંં નથી ? a) સાલ b) સાગ c) સીસમ d) આસોપાલવ 15) સાપનો પ્રિય ખોરાક નીચેનામાંથી ક્યો છે ? a) સમડી b) કીટકો c) બાજ d) દેડકો 16) ક્યું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે ? a) ગીધ b) બગલો c) સિંંહ d) સારસ 17) ક્યા પદાર્થોને ગટરમાં નાખવા જોઇએ નહી ? a) દવાઓ b) ચરબીવાળા પદાર્થો c) જંતુનાશક પદાર્થો d) આપેલ તમામ 18) નીચેનામાંથી ક્યા ખરીફ પાકના ઉદાહરણો છે ? a) ઘઉં , મકાઇ b) રાઇ , અળસી c) મગફળી , ચણા d) ડાંગર , મકાઇ 19) કાપડ એ કોનાથી બનેલ છે ? a) પેપર b) કુદરતી રેસા c) કૃત્રિમ રેસા d) બી અને સી બંંને 20) નીચેનામાંથી ક્યા કુદરતી રેસા નથી ? a) નાયલોન b) કપાસ c) ઊન d) રેશમ 21) નીચેનામાંથી ક્યો આંતરિક ગ્રહ છે ? a) નેપ્યુન b) બુધ c) ગુરુ d) શનિ 22) ક્યુંં ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરુપમાં બનેલ હોય છે ? a) પારો b) સોડિયમ c) એલ્યુમિનિયમ d) લોખંડ 23) ક્યું અધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરુપમાં હોય છે ? a) ક્લોરીન b) બ્રોમિન c) આયોડિન d) કાર્બન 24) વનસ્પતિને પાણી આપવાની પ્રક્રિયાને શું કહે છે ? a) ખેડાણ b) વાવણી c) સિંચાઇ d) લણણી 25) ક્યા ગ્રહ પર જીવન છે ? a) શનિ b) પૃથ્વી c) નેપ્ચ્યુન d) યુરેનસ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 9 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?