1) નીચેનામાંથી ક્યું સખત તત્વ છે ? a) સોડિયમ b) કોપર c) કોલસો d) પોટેશિયમ 2) બ્રેડ અને ઇડલીની કણક ફૂલવાની કારણ ક્યું છે ? a) મસળવું b) ગરમી c) પીસવું d) યીસ્ટની કોષોની વૃધ્ધી 3) ઊનની માફક કામ કરતાં સંશ્લેષિત રેસાને શુંં કહે છે ? a) પી.વી.સી b) એક્રેલિક c) નાયલોન d) રેયોન 4) કઇ અવસ્થામાં પ્રજનન અંગો પૂર્ણત: વિકસિત થાય છે ? a) ઋતુસ્ત્રાવ b) યૌવનારંભ c) વૃધ્ધાવસ્થા d) એકપણ નહી 5) આનુવાંશિક લક્ષણો માટે કોણ જવાબદાર છે ? a) હરિતદ્રવ્ય b) રંગસૂત્રો c) કોષરસ d) કોષકેન્દ્ર 6) સૌ-પ્રથમ રસ્તા પરની લાઇટ માટે શેનો ઉપયોગ થયો હતો ? a) કોલટાર b) કોલસો c) કોક d) કોલગેસ 7) નીચેનામાંંથી ક્યા પદાર્થનુંં કેલરી મૂલ્ય સૌથી ઉંચું છે ? a) LPG b) કેરોસીન c) પેટ્રોલ d) બાયોગેસ 8) કાર્બોનાઇઝેશનની પ્રક્રિયાથી શું ઉત્પન થાય છે ? a) કોક b) કોલસો c) કોલટાર d) કોલગેસ 9) નીચેનામાંથી ક્યો ઘટક પેટ્રોલિયમ નથી ? a) કોક b) પેટ્રોલ c) ઊંજણ તેલ d) પેરાફિન મીણ 10) નીચેનામાંંથી દહનશીલ પદાર્થ શોધો a) લાકડુંં b) પથ્થરનો ટૂકડો c) કાચ d) લોખંંડની ખીલી 11) સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો સમયગાળો ક્યો છે ? a) 12 થી 14 વર્ષ b) 8 થી 10 વર્ષ c) 10 થી 12 વર્ષ d) 14 થી વધારે 12) અદહનશીલ પદાર્થ ક્યો છે ? a) કાચ b) કોલસો c) આલ્કોહોલ d) કેરોસીન 13) ઋતુસ્ત્રાવ બંધ થવાની ક્રિયાને શું કહે છે ? a) રજોનિવૃત્તિ b) તરુણાવસ્થા c) યૌવનરંભ d) રજો દર્શન 14) નીચેનામાંથી ક્યો પદાર્થ જ્યોત સાથે સળગતો નથી ? a) કોલસો b) LPG c) સૂકૂં ઘાસ d) કપૂર 15) કઇ ગ્રંંથિ વૃધ્ધી માટે જવાબદાર છે ? a) પિટ્યુટરી b) એડ્રિનલ c) થાઇરોડ d) સ્વાદુપિંડ 16) આગ બૂઝાવવા માટે શાનો ઉપયોગ થઇ શકે નહી ? a) ઓક્સિજન b) રેતી c) CO 2 d) પાણી 17) બળ એટલે શું ? a) ધક્કો મારવો b) ખેંચવું c) ખેંચવું અને ધક્કો મારવો d) એક પણ નહી 18) મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો સંપૂર્ણ દહનનો વિસ્તાર કેવા રંગની જ્યોતનો હોય છે ? a) લાલ b) વાદળી c) પીળો d) કાળો 19) નીચેનામાંથી ક્યો પદાર્થ ઊંંચુંં જવલનબિંદુ ધરાવે છે ? a) કેરોસીન b) પેટ્રોલ c) આલ્કોહોલ d) કોલસો 20) પેટ્રોલિયમ શેમાંથી બને છે ? a) સમુદ્રોમાંં રહેતા સજીવો દ્વારા b) જમીન પર રહેતા સજીવો દ્વારા c) પથ્થરમાંથી d) વનસ્પતિ પર રહેતા સજીવો દ્વારા 21) દહન એ સામાન્ય રીતે કઇ પ્રક્રિયા છે ? a) રાસાયણિક પ્રક્રિયા b) ભૌતિક પ્રક્રિયા c) એ અને બી બંને d) એકપણ નહી 22) નવા વૃક્ષો વાવવા તેને શું કહે છે ? a) પુન:વનીકરણ b) જાતિ c) વન નાબૂદી d) રણનિર્માણ 23) નીચેનામાંથી સ્વચ્છ બળતણ ક્યું છે ? a) હાઇડ્રોજન વાયુ b) છાણાંં c) પેટ્રોલ d) કેરોસીન 24) કોલટાર એ લગભગ કેટલાં પદાર્થનું મિશ્રણ છે ? a) 100 b) 400 c) 300 d) 200 25) એવે જાતિ કે જે તેના નક્કી કરાયેલા વિસ્તારમાં જોવા મળે છે તેને શું કહેવાય ? a) સ્થળાંતર જાતિ b) નાશપ્રાય: જાતિ c) લુપ્ત જાતિ d) સ્થાનિક જાતિ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 12 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?