1) નીચે પૈકી કોનો વિદેશી મુસાફર માં સમાવેશ થતો નથી? a) મેગ્સ્થનિસ b) ફાહિયાન c) સેલ્યુકસ નિકેતર d) પ્લિની 2) કોઈ સ્થળે ઉત્ખનન કરતા આજથી 4000 વર્ષ જુનું મળી આવેલું નગર આશરે કઈ સદીનું ગણી શકાય? a) ૪૦ મી સદી b) ઈ.સ પૂર્વે ૪૦ મી સદી c) ઈ.સ ૨૦ મી સદી d) ઈ.સ પૂર્વે ૨૦ મી સદી  3) તમારે લખાણને લાંબા સમય સુધી સાચવી રાખવું છે તો તમે શેના ઉપર લખશો? a) અભિલેખો b) તાડપત્રો  c) ભોજપત્રો d) આંતરદેશી પત્ર 4) " ભારત " એવું નામ કયા પ્રાચીન ગ્રંથમાંથી આપણને જાણવા મળે છે? a) ઋગ્વેદ b) અથર્વવેદ c) યર્જુવેદ d) સામવેદ 5) સાલવારીને ઘણીવાર AD ના બદલે બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે? a) BC b) BCE c) CE  d) BP 6) તાડપત્રો અને ભોજપત્રોનો સમાવેશ નીચેના પૈકી શેમાં કરી શકાય? a) અભિલેખ b) તામ્રપત્ર c) હસ્તપ્રત d) આપેલ ત્રણેયમાં 7) નીચેના પૈકી શાનો સમાવેશ અભિલેખમાં કરી શકાય? a) શિલાલેખ b) તાડપત્ર  c) ભોજપત્ર d) તમાલપત્ર 8) ઇસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવેલ છે? a) જૈન ધર્મ b) બૌદ્ધ ધર્મ c) ખ્રિસ્તી ધર્મ d) ઇસ્લામ ધર્મ 9) જૂનાગઢમાં આવેલ મારો શિલાલેખ ખુબ જ જાણીતો છે? a) મિહિર ભોજ b) અકબર c) સિદ્ધરાજ જયસિંહ d) અશોક 10) તમે ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વનાં વિદ્રાન છો તો તમે ક્યાં નામથી ઓળખાશો? a) ભૂસ્તરશાસ્ત્રી b) ખગોળ શાસ્ત્રી c) આંકડાશાસ્ત્રી d) પુરાતત્વશાસ્ત્રી 11) ઈતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર-પશ્રિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યના દર્શન થાય છે? a) ગંગા b) યમુના c) સરસ્વતી d) સિંધુ 12) ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? a) ગંગેય b) ઈન્ડસ c) હિન્ડોસ d) ઇન્ડિયા 13) ગ્રીસના સિંધુ નદીને શું કહેતા હતા? a) ગંગેય b) ઇન્ડસ c) હિન્ડોસ d) ઇન્ડિયા 14) તમારા હાથમાં સંસ્કૃતની આરંભિક કૃતિ છે જેમાંથી આપણા દેશનું નામ ભારત જાણવા મળેલ? a) ઋગ્વેદ b) સામવેદ c) અથર્વવેદ d) યર્જુવેદ 15) હું હિમાલયમાં થતું વૃક્ષ છું.મારી પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતા. a) દેવદાર b) કેળ c) ચીડ d) ભૂર્જ

ઈતિહાસ જાણવાના સ્ત્રોત

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?